પ્રકરણ 8 માં આપણે જોયું એમ અજીતભાઈ પોતાના ભૂતકાળની વાત પોતાના દીકરા પ્રેમને જણાવી રહ્યા છે. જેમાં છેલ્લે આપણે જોયું તેમ દિયા અને હેત્વી બંને A.G.SCHOOL ની પ્રવેશ પરીક્ષા પાસ કરી લે છે. સ્કૂલનો પ્રથમ દિવસ હોય છે. પ્રતિક અને જેનીશ એક છોકરીને જોવા માટે છોકરીઓના ક્લાસરૂમથી થોડે દૂર આવેલા પગથિયાં પર છુપાઈને ક્લાસમાં જોઈ રહ્યા છે. પરંતુ તેઓને જે છોકરી જોવી હતી તે તેમણે દેખાતી ન હતી. એવામાં ગર્લ્સના બંને ક્લાસના ક્લાસટીચર્સ મિતેશ સર અને શોભના મેડમ આવી જાય છે અને તેમને આવી રીતે ઊભા રહીને તાકી તાકીને અંદર જોવા અંગે પૂછપરછ કરે છે. પ્રતિક અને જેનીશ બંને જવાબ આપવા જતાં થોથવાય છે. હવે શું મિતેશ સર અને શોભના મેડમ આ તેમને કોઈ સજા કરશે કે કેમ તેઓ જે છોકરીની રાહ જોઈ રહ્યા છે તે ક્યારે આવશે છેલ્લે મેં ‘આરતી’ એવું નામ લીધું તો આ આરતી કોણ છે આ બધુ જાણવા માટે... એક અનોખી... અલગ પ્રકારની પ્રેમકથા ‘સ્પીચલેસ વર્ડ્સ’ માં હવે આગળ...