૨. ન્યૂ સેન્સેશન (જામો, કામો ને જેઠો)

(76)
  • 4.6k
  • 6
  • 2.1k

પહેલા ચેપ્ટરમાં, લાસ્ટ ‘જામો’ કંઇક આવો હતો, (દોસ્તીની ઝલક – પ્રાથમિક પૂરું કરીને માધ્યમિકમાં એડમિશન – સ્કૂલનો પહેલો દિવસ – રેખામે’મ (રેખા બાડી)ની સ્ટોરી – પહેલા દિવસે મારું પકડાવું – ટાઈ અને શૂઝ બાબતે ફટકાર પડવી – અમારું ઇન્ટ્રોડકશન થવું – શિસ્ત અને સભ્યતાની વાતો – બીજા દિવસે પ્રાર્થના પહેલા જ એક ડિમ્પલ કાકડિયા નામની ‘સેન્સેશનલ દિવા’નું વેલકમ) ત્યારબાદનો જામલેટિયો પાડવા આગળ.... એ ડિમ્પલ કાકડિયાની વાત આજે બધાને કહેવાની હતી. સ્કૂલમાં ‘ન્યૂ સેન્સેશન’ની વાત કરીને ફાંકાઠોક કરવાની હતી. ‘એ મારા ક્લાસમાં છે’ એમ કહીને વાહ-વાહી લૂંટવાની હતી. ટ્યૂશનના પહેલા દિવસે, છોકરીઓને પહેલી વખત જ ફુલ્લી કલરફૂલ જોઈ. એમ પણ, ૧૩-૧૪ વર્ષની ઉંમરે હોર્મોન્સ એક્ટિવેટ થઇ ચુક્યા હોય છે. આકર્ષણ નામની સ્ત્રી હવસનો પીછો કરતો હોય છે. પોર્ન મુવિઝ બતાવવા કોઈને કોઈ દોસ્ત હંમેશા સેટિંગ કરી રાખતો હોય. બહારથી પચાસ રૂપિયા ડિપોઝીટ આપીને પણ પોર્ન મુવિઝની CDs લાવવા માટે કોઈક તૈયાર જ હોય. VCR કે DVD પ્લેયર કોઈ ઘરે ન હોય ત્યારે હંમેશા હેરાન જ થતું. ગર્લ ફેક્ટર’ ખાસું એટ્રેક્ટિવ લાગતું હતું. સ્લીવલેસ ટોપ્સ અને જીન્સ કે લેગિન્સ હંમેશા જોયા કરવાનું જ મન થતું. ક્યારેક કોઈની ક્લીવેજ દેખાઈ જાય તો ઊંઘ ન આવતી. ‘આશિક બનાયા હૈ આપને’ હજુ નવું – નવું આવ્યું હતું. હિમેશના ગીતોમાં મજા જ આવ્યે રાખતી હતી. ગમે ત્યારે કોઈકના હોઠે હિમેશના ગીતો હોય જ ! વળી, ઇમરાન હાશ્મી એ ઘણું બધું કામ આસાન કરેલું. એ પિરીયડ જ એવો હતો કે જેમાં ઇન્ટેન્સ લવ અને અમુકઅંશે ઈરોટિક કહી શકાય તેવી ફિલ્મો આવવાની શરુ થઇ હતી.