મમતા

(52)
  • 4.6k
  • 8
  • 1.1k

મા દીકરી ના પ્રેમની અનોખી કરુણ કથા...... શરદભાઈ એક મધ્યમ વર્ગીય સજ્જન હતાં અને એક ખાનગી પેઢીમાં નામું કરતાં હતાં. કોણ જાણે કેમ આજે સવારથી જ એમનું ચિત કામમાં ચોંટતું જ ન હતું. એમની પત્ની શારદાને છેલ્લા દિવસો જતાં હતાં અને આજે તો લગભગ એને સુવાવડ થઈ જ જાય એમ હતું. એટલે જેવા ઘરેથી સમાચાર આવ્યા એટલે તરત જ શેઠની રજા લઈને તેઓ ઘેર જવા નીકળી ગયા. આઠ વરસ બાદ તેમને ઘરે પારણું બંધાવાનું હતું. તેમાંયે શારદાને તો દીકરી જ જોઈતી હતી અને થયું પણ એવું જ ભગવાને જાણે શારદાની ઈચ્છા પૂર્ણ કરી.