જામો, કામો ને જેઠો - ૧ (બોલ-બેટ)

(120)
  • 6.3k
  • 13
  • 3.3k

આજ સુધી જીવેલ ફક્કડ જીંદગીની ફકીરીનો ચિતાર આપતી પહેલી નવલકથા. દોસ્તીની મસ્તી અને ગર્લફ્રેન્ડ્સની ફ્રેન્ડલી ચીટ-ચેટ. ક્રિકેટની મજા, મેદાન જાણે પોપડું. સ્કૂલની લોબી, રિસેસની દિલ્લગી, બર્થ ડે પરના સમોસા અને પફની પાર્ટી, કોકા-કોલા અને માઝાની મજા, દોસ્તોના ઘરે નાઈટ-રીડિંગના બહાને થતું નાઈટ-ચિલ્લીંગ, સ્કૂલમાં દેખાતી એક મસ્ત ‘માલ’, એક તોફાની હેન્ડસમ છોકરો, ગાળોનો ચાલતો પાળો, ટ્યુશનમાં મળતી નજરો, ટીચરના હાથે પડતો માર, વાત કરવાના બહાને પૂછાતા પ્રશ્નો, બેન્ચની પાછળ ફરતી નજરો, ઈર્ષાથી દેખતી આંખો, પ્રવાસોમાં મળતો ચાન્સ, દિલ થઈને કરે ડાન્સ. આ નોવેલમાં આવી જ કેટલીક વાતો છે. દરેક વાક્ય સ્કૂલ-ટ્યુશન-કોલેજના ફ્લેશબેકમાં લઇ જશે એ નક્કી. સાથે-સાથે કેટલીક મેચ્યોરિટી સાથે લેવાના નિર્ણયોની વચ્ચે આકાર લેતી મસ્ત-મૌલા સ્ટોરી. લફરાઓથી શરુ થઈને ઇન્ટિમેટ લવ સ્ટોરીઝમાં પરિણમતી મીઠી ઘટનાઓ. આ નાદાની ભરી વાતો જ જીવનના દુઃખમાં હસવા કારણભૂત બનતી હોય છે. ફેસબુક, વોટ્સએપ, ઈન્સ્ટાગ્રામ, હાઈક અને એવા કેટલાયે સોશિયલ મીડિયા એપ્સના જોજનો દૂરથી આવતા દોસ્તીના અવાજોની દુનિયાને, લેટ્સ એન્જોય. દરેક એપિસોડમાં દોસ્તીનો જલસો, જુસ્સો અને જાહોજલાલી હશે. આજથી દર અઠવાડિયે મોજ નું રિવાઈટલ લેવાનું શરુ કરી દઈએ.