આખરે આશુતોષનો નશો હવે ઉતરી ગયો હતો... તે સંપૂર્ણ જાગૃત અવસ્થામાં હતો... હવે ડૉ.બાશિતને તેની સાથે વાત કરવાનું મુનાસિબ લાગ્યું... ચાની ચૂસકી લેતાં-લેતાં બંને જુના મિત્રો ફરી વાતે વળગ્યા. ડૉ. બાશિત એક ડોક્ટર હોવાને નાતે એના મિત્રને જાન લેવાની તો સલાહ ક્યારેય ન આપે, એટલે જ એણે વાત-ચીતનો દોર સાધતા આશુતોષને ખાસ ભલામણ કરી, કે ક્યારેય તું આવું ખોટું પગલું ભરતો નહિ... તમારી બધાની જિંદગી અને ખાસ તો તારી જિંદગી બગડી જશે. ધર્મશાસ્ત્રની રીતે પણ સમજાવ્યું કે જિંદગી લેવા-દેવાનો અધિકાર માત્ર ઉપરવાળાના જ હાથમાં છે તું અણઘડ નિર્ણય કદી ન લેજે. આશુતોષને એના મિત્રની વાત હવે ગળે ઉતરવા લાગી.