પુરુષ અંહમ અને સ્ત્રી

(44)
  • 3.9k
  • 8
  • 1.1k

પુરુષનાં પ્રેમમાં અને સ્ત્રીનાં પ્રેમ જબરો ફર્ક છે.એકધારો,અવરિત રોકયા વિનાનો દિલફાડીને પ્રેમ પુરુષ જ કરી શકે છે.જ્યારે સ્ત્રીનાં પ્રેમમાં એનાં મુળભૂત સ્વભાવ અને બદલાતા સંજોગોનાં કારણે ઘણા અંતરાવ આવતા હોય છે.થાકેલા પુરુષનો વિસામો હમેશાંને માટે એક સ્ત્રી રહી છે.આજ સુધી જોઇએ તો જેટલુ પુરુષે સ્ત્રીઓ વિશે લખ્યુ છે એટલું સ્ત્રીઓએ પુરુષ વિશે નથી લખ્યુ.એની પાછળ આમ જોઇએ તો એક મર્યાદા પણ જવાબદાર છે. પુરુષનો કુદરતી સ્વભાવ છે,એ જે સ્ત્રીને પ્રેમ કરતો હોય એ સ્ત્રીનાં જીવનમાં અન્ય પુરુષની દખલઅંદાજી કે હાજરી સહન કરી શકતો નથી.એ જ કારણે સ્ત્રીઓની હમેશાં એક ફરિયાદ હોઇ છે કે મારા પુરુષ મારા માટે બહું પઝેસિવ છે.મોટે ભાગે આ સત્યને કબુલ કરવું પડે.પુરુષની પ્રેમીકા કે પત્ની હોય એનાં માટે પઝેસિવ હોય એવું નથી.ફેસબુકમાં એની નજીકની સ્ત્રી મિત્ર હોય તો પુરુષગત સ્વભાવને લીધે એનાં પ્રત્યે એ પઝેસિવ બની શકે છે.