Speechless Words CH.7

(41)
  • 4.1k
  • 4
  • 1.5k

સૌથી પહેલા ‘સ્પીચલેસ વર્ડ્સ’ એક સંપૂર્ણપણે કાલ્પનિક નવલકથા છે. આ વાર્તા એક 66 વર્ષના વૃદ્ધ યુવાનની છે. હવે વૃદ્ધ અને યુવાન બન્ને એક સાથે કેવી રીતે તો તે જાણવા તમારે નોવેલ વાંચવી પડશે. ‘સ્પીચલેસ વર્ડ્સ’ આ વાર્તા સંપૂર્ણપણે મારા દિલની નજીક છે. ‘સ્પીચલેસ વર્ડ્સ’માં એક મલ્ટી ટેલેન્ટેડ પર્સનાલિટી ધરાવતા યુવાન ‘આદિત્ય’ની વાત છે. આ સિવાય મુખ્ય પાત્ર તરીકે તેની સાથે છે ‘દિયા’ અને ‘હેત્વી’ નામની યુવતીઓ. ‘સ્પીચલેસ વર્ડ્સ’ એક લવસ્ટોરી હોવા છતાં અભૂતપૂર્વ મિત્રતાનો રંગ તમને આ નોવલમાં વાંચવા મળશે. હું સ્કૂલમાં હતો ત્યારે જ આ સ્ટોરી પ્લોટ તૈયાર કર્યો હતો પણ મને એડ્વેન્ચરની વાર્તા વધુ પસંદ હતી આથી પ્રથમ નવલકથા તરીકે ‘ધ જેકેટ – ધ સ્ટોરી ઓફ એડ્વેન્ચર’ને તમારી સામે રજૂ કરી હતી. તો હવે રજૂ કરું છું મારી દ્વિતીય ઇ-નોવેલ ‘સ્પીચલેસ વર્ડ્સ’… પ્રકરણ 6 માં આપણે જોયું એમ અજીતભાઈ પોતાના ભૂતકાળની વાત પોતાના દીકરા પ્રેમને જણાવી રહ્યા છે. જેમાં છેલ્લે આપણે જોયું તેમ દિયા અને હેત્વી બંને A.G.SCHOOL, જે રાજકોટની પ્રખ્યાત સ્કૂલ છે. આ સ્કૂલમાં જવા માટેની પ્રવેશ પરીક્ષા હોય છે, જે પ્રવેશ મેળવવા માંગતા દરેક વિધ્યાર્થીને ઉત્તીર્ણ કરવાની હોય છે. દિયા અને હેત્વી બંને આ પરિક્ષાની તૈયારી કરી રહી હતી. જેમાં હેત્વી પ્રવેશ પરીક્ષા અંગેની મદદ માટે પોતાના કઝીન નિશાંત ઠક્કરને પોતાના ઘરે બોલાવે છે પણ નિશાંત હેત્વીની ખૂબસૂરતીથી અંજાઈને તેની સાથે બીભત્સ વર્તન કરે છે. ત્યારબાદ હેત્વી તેને પોતાના ઘરમાંથી બહાર જવા કહે છે અને હવે પરીક્ષાનો દિવસ આવી ગયો છે, જ્યારે હેત્વી અને દિયા પહેલી વાર મળશે. કેવી રીતે તે જાણવા માટે... એક અનોખી... અલગ પ્રકારની પ્રેમકથા ‘સ્પીચલેસ વર્ડ્સ’ માં હવે આગળ...