દોષિણી

(127)
  • 6.9k
  • 6
  • 1.9k

લગ્ન પછીની ચુલબુલી પ્રજ્ઞા અને આજની પ્રજ્ઞા …..સ્મૃતિના ઓશિકા પર આંસુઓની ધાર થઇ રહી હતી … પ્રજ્ઞા શા માટે આટલી પીડા સહે છે એનો દોષ શું છે એ અબોલ અને એકલી કેમ છે દહેજ હોય કે દીકરી એમાં એ જવાબદાર કેમ છે એમ જ એની આંખો લાગી ગઈ .. અને ભરઊંઘમાં સ્મૃતિના મોં પર રાહતનું સ્મિત ફેલાયું … સ્વપ્નમાં આવીને પ્રજ્ઞાએ કહ્યું ” સોરી યાર , મેણાટોણા અને લાફાફટકાથી માંડ છૂટકારો મળ્યો છે …બીમારીની આડમાં હવે ચેનની ઊંઘ લઇ લઉં છું …બહુ ખુલીને વાત ન કરી શકી… બોલ , હું તારી સખી છું ……કે તારી દોષિણી ”