( આગળ વાંચ્યુઃ- મોન્ટી અને રીતુ બાપુના ફાર્મહાઉસ માંથી ભાગી નીકળવામાં સફળ થાય છે પરંતુ હજુ તેઓ થોડા દુર જ ગયા હોય છે કે અચાનક વીરજી અને વીરા ત્યાં આવી ચડે છે.... બીજી બાજુ વીજય અને ગેહલોતના હાથમાં શૈતાનસીંગ ઝલાઇ જાય છે.... હવે આગળ વાંચો....) વાતાવરણ અચાનક ધગધગી ઉઠયું....ચાની લારીએ બેઠેલા લોકોમાં આ માઝરો જોઇને ભય ફેલાઇ ગયો હતો. ખુદ શૈતાનસીંગની સમજ બહારની પરિસ્થિતિ સર્જાઇ હતી કે અચાનક આ માણસો કયાંકથી પ્રગટ થયા...? ગેહલોતના હાથમાં જર્મન બનાવટની સીલ્વર કલરની ગન ચળકી રહી હતી જે તેણે શૈતાનસીંગના કપાળે ઠેરવી રાખી હતી....