સત્યના પ્રયોગો - સંપૂર્ણ આત્મકથા

(168)
  • 33.9k
  • 368
  • 10.4k

રાષ્ટ્રના પિતા એવા મહાત્મા ગાંધીના વિચારો આપણી પેઢી સુધી નહી પરંતુ વર્ષો વર્ષ સુધી કાયમ રહે, જીવંત રહે તે હેતુથી તેમણે લેખેલી આત્મકથા અલબત્ત સત્યના પ્રયોગોમાં તેમના બાળપણથી લઈને ૧૯૨૦ સુધીની એમની જિંદગીને પ્રયોગો સ્વરૂપે વર્ણવી લીધી છે. નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ દ્વારા સૌ પ્રથમ ૧૯૨૭માં આ પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું હતું. તેમણે પોતાની જાતને થોડી નીચી ઉતારતા એમ પણ જણાવ્યું હતુ કે જો વાંચનારને થોડા પણ અભિમાનનો ભાસ થાય તો હું સમજીશ કે મારી શોધમાં કોઇક ખામી છે. કુલ 5 ભાગમાં 177 પ્રકરણમાં લખેલી આ આત્મકથા રાષ્ટ્રપિતાના મનોમંથન, માન્યતાઓ અને હકીકતને તમારી સમક્ષ મુકે છે. ‘સત્યના પ્રયોગો’ નામ આપવા પાછળનો હેતુ સમજાવતા ગાંધીજીએ કહ્યું હતું કે ‘જો મારે કેવળ સિદ્ધાંતોનું એટલે તત્ત્વોનું જ વર્ણન કરવાનું હોય તો આ આત્મકથા લખુ જ નહી પરંતુ મારે તો તેની પર રચાયેલા કાર્યોનો ઇતિહાસ આપવાનો છે અને તેથી આ પ્રયત્નોનું મે ‘સત્યના પ્રયોગો’ એવુ નામ આપ્યુ છે.’