આજની જનરેશનમાં ધણા એવા બાળકો હશે જેને પોતાના જ માં-બાપ નહી પસંદ હોય. લગભગ ‘૬૦-૭૦’ ટકા એવા જ જોવા મળશે. માં સાથે તો વધુ વાંધો ના હોય કારણકે તેની સામે થઇ શકીએ છીએ, સામે બોલી દઇએ છીએ. પણ બાપા સામે ત્યાં કાઇ જ બોલી શકતા નથી. અને આગળની વાત માં-બાપ તો પસંદ હોય જ છે પણ તેમના વિચારો સાથે લગભગ આજની જનરેશન જરા પણ સહમત નથી. વિચારો અને ટેકનોલોજી બહુ જડપથી બદલાય રહી છે પણ માત્ર નવી જનરેશન માટે જૂની માટે નહી.