આપણા સમાજમાં સ્ત્રી કોઈ પણ પુરુષ પર નિમ્ન સ્તરનો આરોપ મુકે તો તે સાચો માની લેવાય છે. અને સ્ત્રી વર્ગ અને પુરુષ વર્ગ પેલા નિર્દોષ પુરુષ પર તૂટી પડે છે. ક્યારેક તો પુરુષને ખુલાસો કરવાની તક પણ નથી મળતી. સ્ત્રી હોવું સારું છે. પણ સ્ત્રી હોય એટલે સાચું જ બોલે તે જરા વધુ પડતું છે. ધાર્મિક ગ્રંથોમાં પણ નજર કરીએ તો પૂતના, તાડકા, હોલિકા, કૈકયી, મંથરા વગેરે સ્ત્રી પાત્રો છે. તંદુરસ્ત સમાજ ત્યારે જ બને જયારે સત્યને ન્યાય મળે. નહિ કે કોઈ સ્ત્રી હોવાનો ગેરફાયદો ઉઠાવે. આ વાર્તા તાજેતરમાં બનેલ એક ઘટના પરથી બની છે. વિષય વસ્તુ, પાત્રો, ઘટના ક્રમ વગેરેનો એક રૂપક તરીકે ઉપયોગ કરાયો છે. આ એવી સ્ત્રીની વાત છે કે તેના જુઠાણાથી સાવ સાચા માણસોની ઈજ્જત ધૂળમાં મળી જાય છે. આપના પ્રતિભાવો આવકાર્ય છે.