એનેલિસનો આક્રમક વ્યવહાર ગાંડપણનું લક્ષણ હતું એવું ધારી લેવામાં આવ્યું. માનસિક બીમારી હેઠળ તે જુઠું બોલતી હતી એવો નિષ્કર્ષ કાઢવામાં આવ્યો. એવામાં એક રાતે તે હોસ્ટેલના ગાર્ડનમાં નગ્નાવસ્થામાં પડેલી મળી આવી. તેના શરીર પર અનેક ઘા પડેલા હતા. તે લોહીલુહાણ હતી. પૂછપરછ દરમિયાન તેણે ધડાકો કરતા કહ્યું, ‘મારા પર એકથી વધુ ભૂતોએ બળાત્કાર કર્યો હતો.’