શું કરવું જેથી હેલ્લો સખીરીનાં માધ્યમથી સખીઓ સાથે સ્ત્રીત્વનાં આ પર્વને ઉમળકા ભેર ઉજવાય વાર્તા સ્પર્ધા સિવાય બીજું શું હોઈ શકે સખીઓએ પોતાના મનની વાતો લખી મોકલી છે એ વધાવીએ. ટૂંક સમયમાં જ ખૂબ સારો પ્રતિસાદ મળ્યો એ બદલ માતૃભારતી અને હેલ્લો સખીરીની ટીમ સૌ પ્રતિસ્પર્ધી સખીઓને અભિનંદન સહ આભાર પાઠવે છે. વાત છે વૂમન્સ ડે, સ્ત્રીત્વને બિરદાબવાની. વાર્તાઓ છે સમાજનાં પ્રતિબિંબની. ચીલચાલુ અને સેંકડો વાર લખાયેલ વંચાયેલ વાતો નથી કરવી. જુસ્સો અને જોમ છે એને સકારાત્મક દ્રષ્ટિએ દોરીએ. સશક્તિકરણને નવો ઓપ આપીએ. દરેક સ્ત્રી, સખીઓ પોતાની ક્ષમતા અને સંજોગ મુજબ પોતાની મર્યાદાઓ અને આવડતને આવરી લઈને શ્રેષ્ટતમ કામગીરી કરે જ છે. એનો ઉલ્હાસ મનાવીએ. એ જ વૂમન્સ ડેની ઉજવણી! અન્ય કાયમી અવિરત લેખમાળાઓ પણ માણી શકાશે આ જ અંકમાં.