આ ધારાવાહી કથા છે. જે સત્યઘટના અને સાચા પાત્રો પર આધારિત છે. ઉત્તરી ઈરાકમાં રહેલ કૂર્દિશ પ્રજાના સ્વતંત્રતા સંગ્રામની સાથે સાથે એક અર્ધ અરબ-અર્ધ કૂર્દિશ છોકરી કેવી રીતે પશમરગા - સ્વાતંત્ર્ય સેનાનીના પ્રેમમાં પડે છે અને તેને પામે છે... તેમ જ તેની સાથે સંઘર્ષના મેદાન પર કેવી રીતે પોતાના જીવનના મહત્વના વર્ષો ગાળે છે એની આ કથા છે. સંઘર્ષના એ આખા યુગના એક નાનકડા અંતરાલની વાર્તા છે. ઈરાક અને તેની આસપાસના પ્રદેશોનો જે તે સમયનો ચિતાર આપવાનો પ્રયત્ન કર્યો છે. અને એ પણ ઈતિહાસકાર કે રાજકિય નિરિક્ષકોની દ્રષ્ટીએ નહી, પણ સાવ સામાન્ય પ્રજાની નજરે એ સમયની પરિસ્થિતિ કેવી હતી તેનુ આલેખન કરવાનો પ્રયત્ન છે. આજના પ્રકરણમાં આપણી વાર્તાની હીરોઈનના બચપણની વાત છે બચપણમાં જ એના મનમાં પશમરગા થવાના બીજ કેવી રીતે રોપાયા અને એ સ્વતંત્રતા સેનાનીઓ પ્રત્યે પ્રેમના અંકૂર કેવી રીતે ફૂટ્યા તેનુ આ કથાનક તમને ગમશે એવી આશા.