વ્યક્તિસૂચકતાને તમે એક લઘુકથા કહી શકો. સાચો સમય સાચવવાની સૂઝ એટલે સમયસૂચકતા. પણ જે-તે સમયે સાચા વ્યક્તિને ઓળખવાની સમજ એટલે મારી લઘુકથાનું શીર્ષક. કોઈ વાર આપણે વ્યક્તિઓને ઓળખવામાં થાપ ખાઈ જઈએ છીએ. એમની વાત કરવાની આગવી વિશેષતા અને એમના વર્તન પરથી આપણે એમની શિયાળવૃત્તિનો અંદાજો પણ નથી લગાવી શકતા એનું જ એક ઉદાહરણ આપતી મારી લઘુકથાનું બીજું ચેપ્ટર ‘પિકનિકની છેલ્લી રાત’ તમારી સમક્ષ રજુ કરતા આનંદની લાગણી અનુભવું છું. પિકનિકની છેલ્લી રાતે એવું તો શું થયું કે અનંત, ઇશિતા અને નિશા વેરવિખેર થઇ ગયા... જાણવા માટે પ્રસ્તુત છે મારા શબ્દો...