કામસૂત્ર : અધિકરણ -૧ (સાધારણ)

(332)
  • 91k
  • 80
  • 44.7k

‘કામસૂત્ર’ ગ્રંથનું આયુષ્ય કેટલું જ્યાં સુધી ઓષ્ટો (હોઠો) વડે ચુંબનકાર્ય અને નેત્રો દ્વારા દર્શનકાર્ય થયા કરશે ત્યાં સુધી આ ગ્રંથ જીવતો રહેશે. ધર્મ, અર્થ અને કામ ને નમસ્કાર હો! ૧. સાધારણ ૨. સામ્પ્રયોગિક ૩. કન્યાસમ્પ્ર્યુક્તક ૪. પારદારિક ૫. ભાર્યાધિકારિક ૬. વૈશિક ૭. ઔપનિષદિક આ સાત અધિકરણોમાં લખાયેલ ભારતીય સંસ્કૃતિનો આચાર્ય વાત્સ્યાયનરચિત ગ્રંથ કામસૂત્ર . પ્રથમ અધિકરણ (સાધારણ) માં ધર્મ - અર્થ અને કામ વિશેની વિસ્તૃત સમજ છે. આચાર્ય શ્રી વાત્સ્યાયન મુનિ કહે છે કે, સો વર્ષ સુધી આયુષ્ય ભોગવનારા મનુષ્યોએ પોતાનું જીવન ધર્મ, અર્થ અને કામ એ ત્રણ વચ્ચે વિભક્ત કરી નાખવું જોઈએ. પોતાના જ વર્ણવાળી અને શુદ્ધ આચરણ ધરાવતી કુમારી સાથે લગ્ન કરવાથી ધર્મનું રક્ષણ થાય છે તેમજ કામની પણ સિદ્ધિ થાય છે. અવ લગ્ન આવકારદાયક અને શ્રેષ્ઠ છે. સવર્ણ કન્યાની સાથે વિધિપૂર્વકના વિવાહથી સુખની પ્રાપ્તિ થાય છે. અસવર્ણ, વિધવા, પરસ્ત્રી તથા વેશ્યાના સહવાસથી કામની તૃપ્તિ તો થાય છે, પરંતુ ધર્મ તથા અર્થનો નાશ થાય છે. (Kama sutra)