I AM SORRY PART 13

(96)
  • 5.7k
  • 5
  • 1.8k

આખરે નિકીએ નીખીલને વળતો જવાબ આપી જ દીધો. એક અજાણ્યા પારકા પુરુષને કિસ કરી ને પછી તેની કબુલાત નિખિલ પાસે કરી તેને એવો જ આંચકો દઈ દીધો, કે જેવો નિખીલે તેને ચીટ કરીને આપ્યો હતો. તો હવે નિખિલના શું પ્રતાઘાત છે . નિકી તો પોતે ક્રિશ્ચિયન છે, અને ખ્રિસ્તી ધર્મમાં એક પ્રણાલી છે..એક રસમ છે, કન્ફેશન કરવાની. તમે જયારે કોઈ ગુનો કે પાપ કરો, અને જો તમને તેનો પસ્તાવો થાય, તો ચર્ચમાંનાં કન્ફેશન-બોક્સમાં જઈને ત્યાનાં પાદરીની પાસે કન્ફેશન..એટલે કે કબુલાત કરવાની, એ પ્રણાલી. કહેવાય છે કે, આપણી આ કબુલાત પાદરીના માધ્યમથી પરમેશ્વર સુધી પહોચે છે. અને પ્રભુ આ સાચા હ્રદયની કબૂલાતની કદર કરીને આપણને માફી બક્ષે છે. . તો.. મેં તો કેટકેટલી વાર મારાં ગુનાહોની કબુલાત..તેનો પશ્ચાતાપ કર્યો છે... અને એ પણ કોઈ પાદરીને માધ્યમ રાખીને નહીં, પણ સાક્ષાત મારી દેવી સમક્ષ..મારી પ્રેમ-દેવી સમક્ષ..! મને યાદ પણ નથી એટલી અગણિતવાર મેં, સોરી , આઈ મ સોરી , આઈ લવ યુ સો મચ વગેરે કંઈ કેટલું કહ્યું હશે. તો કેમ મારા આ નિખાલસ સાદનો પડઘો નિકીનાં હૃદય પર નહીં પડતો હોય... તે આટલી પત્થર દિલની તો છે નહીં..! ક દી હતી પણ નહીં..! તો આમ કેમ થાય છે.. તો...તો હું ક્યાં ઓછો પડ્યો.. હું ક્યાં પાછો પડ્યો, કે નિકીનાં મનમાં આ વેરનો અગ્નિ પ્રગટ થતો હું રોકી ન શક્યો આ..આ હમણાં જે નિકીએ કર્યું, તે બેશક વેર અને બદલાની ભાવનાથી જ કર્યું છે. તેણે જે કર્યું તેમાં ચોક્કસ તેની કોઈ જ મરજી..કોઈ જ ઈચ્છા નહીં હોય તેની મને સો ટકા ખાતરી છે..! તેનાં મારી તરફના ગુસ્સાએ જ આ તેની પાસે આવું પગલું ભરાવ્યું છે. . તો હવે, આવી કઠોર અને મુશ્કેલ અવસ્થામાં હવે નિખિલ પાસે શું રસ્તો બચ્યો છે, પોતાની પ્રિયતમાને ફરી પાછી મેળવવાનો