મંજુ : ૮

(102)
  • 5k
  • 5
  • 2.2k

અણગમતી કલ્પનાઓને દુર હડસેલી અણગમતા સમયનો સામનો કરવા ઊંડો શ્વાસ લઇ એ વિશ્વાસપૂર્વક રૂમમાં પ્રવેશી …..એને આવેલી જોઈ ઉંઘવાનો ડોળ કરતો અવિનાશ જરાક સળવળ્યો ….”સુઈ ગયા ” એવો સવાલ પૂછતા બંસરી એની પાસે આવીને બેઠી …… બંસરીને લાંબા સમય સુધી અવગણવી અવિનાશને મુશ્કેલ લાગી …એણે બંસરી તરફ એક નિરાશ નજરે જોતા પૂછ્યું …. “આ બધું શું છે ” અવિનાશ આમ એકદમ એક ઝાટકે સીધી વાત કરશે એવું બંસરીએ ધાર્યું ન હતું એટલે થોડી હેબતાઈ ગઈ પણ જાતને સંભાળતા એણે પૂછ્યું ” આ બધું એટલે ” ” કાલે મને ભાઈનો ફોન આવ્યો હતો કે અહીં તું ઠીક નથી ..વધુ પૂછતા થોડી વાત કરી છે …પોલીસ કેસને એવું બધું …. આ બધું શું છે ” અવિનાશે ટૂંકમાં પૂછી લીધું ..