અષાઢી વસંત

(58)
  • 2.8k
  • 8
  • 986

એક અષાઢી સાંજે એક તરફ આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા અને બીજી તરફ કંઈક એવા જ વાદળોએ અક્ષતના મનને પણ ઘેરી લીધું હતું. એસી ચેમ્બરમાં બેઠા હોવા છતાં એના ચહેરા પર પરસેવાના ટશિયા ફૂટ્યા હતા એટલી વ્યાકુળતા તેના મનને ઘેરી વળી હતી. હાથમાં ચાનો કપ અને ટેબલ પર ફાઈલો, પણ નજર સતત મોબાઈલ પર. તે વારંવાર મોબાઈલ હાથમાં લઈ ગોળ ફેરવી સ્ક્રીન જોઈને ટેલબ પર મૂકી દેતો હતો. આ જ ક્રિયા તે સતત કરી રહ્યો હતો. ચાના ઘૂંટ પણ માંડ માંડ ભરી રહ્યો હતો. એના મનમાં સતત એક જ વિચાર સળવળી રહ્યો હતો કે કેમ અક્ષરાનો ફોન કે મેસેજ ન આવ્યો... સામેથી ફોન કરવો કે ન કરવો એ વિમાસણ એના મનમાં ચાલી રહી હતી.