હું અને મારી યાદો શિર્ષક તળે મારા જીવન સાથે સંકળાયેલ મિત્રો, સ્નેહીઓ કે અન્યના રમુજ પમાડે તેવા પ્રસંગોને શબ્દો દ્વારા વાચા આપવાનો હું નમ્ર પ્રયાસ કરૂ છું. જે મારા ફેસબુક મિત્રો હશે તે આ બાબતે સુપેરે વિદિત હશે જ. રમેશ ધ અનબીટેબલમાં મે મારા એક ન દૂરના ન નજીકના એવા મામાના યુવાવસ્થાએ લગાવેલ એક શર્તની સત્ય ઘટના વર્ણવી છે. જેમ શોલે પિકચર તમે ગમેતેટલી વખત નિહાળો તો પણ કંટાળો ન આવે એમ આ લેખમાં વર્ણવેલ કિસ્સો એના મુખે અસંખ્ય વગર સાંભળવા છતા કંટાળો ન આવે! એનું સમગ્ર જીવન આવા હાસ્યના ખજાનાથી ભરપુર છે. આપ સૌને પસંદ પડશે તો બીજા કિસ્સા લખવાની મને પ્રેરણા મળશે. તો વાંચો મારી યાદ સાથે જોડાયેલ એક મારો સૌથી પસંદીદા હાસ્યરસિક કિસ્સો. ગુડ મોર્નિગ..ગુડ નાઇટ..હેપ્પી બર્થ ડે..નાઇસ ડીપી..સબ્બા ખેર..જયશ્રી ક્રિષ્ના..હસો અને હસાવતા રહો