I AM SORRY PART - 11

(92)
  • 5.6k
  • 4
  • 1.8k

મિત્ર અમયની સલાહથી નિખીલે તેની રિસાયેલી પ્રિયતમા નિકીને મેસેજ કરી, એક-એક ડ્રીંક લેવા માટે કોઈક બારમાં જવા માટે તેને ઇન્વાઇટ કરી, કે જેથી તે બંને વચ્ચેનાં સંબંધો ફરી પાછા નોર્મલ થવા શરુ થાય. અને નિકી તૈયાર તો થઇ, પણ એક શરતે. તેણે સામે એવીક શરત પણ મૂકી કે ડ્રીંક જો લેવું જ હોય... વૂ-ડૂમાં જ જવું. . તેની શરત વાંચીને નિખિલ હેબતાઈ ગયો. વૂ-ડૂમાં.. નિકી સાથે.. હાઉ ઈસ ઈટ પોસીબલ દુનિયાભરનાં તેનાં કલંકિત કરતૂતોનું જન્મ-સ્થળ એટલે આ વૂ-ડૂ..!, તેની દુષ્કર્મ-ભૂમિ.. એટલે આ વૂ-ડૂ..! નિખિલ જાણતો હતો કે આ વૂ-ડૂ નામનાં બારમાં પોતાની મહેબુબાને લઇ જવી એટલે તેનાં મૃતપ્રાય થઇ રહેલાં પ્રેમ-સંબંધની કફન-પેટીમાં છેલ્લો ખીલો ઠોકવો. . . યાર. ચલ હવે એ બતાવ કે નિકીની સાથે તેં ક્મ્યુનીકેટ કર્યું .. ક્યાંય બહાર જવાનો પ્લાન બન્યો કે નહીં.. -અમયે નિખિલને પૂછ્યું. . અરે.. પૂછ નહીં.. હું તો ગજબનો ફસાઈ ગયો છું તેને બહાર આવવા માટે પૂછીને. તેણે હા તો પાડી પણ તેની શરત છે કે જવું તો વૂ-ડૂમાં જ છે. . વોટ... વૂ-ડૂમાં -અમય ચોંકી જ ગયો- તેનું મગજ ઠેકાણે છે ને.. . ઠેકાણે એટલે... અરે, કંઇક વધુ પડતું જ ઠેકાણે છે. નહીં તો મને આમ ખૂણામાં લઇ જઈને આવી રીતે ઘેરી લેવાનો તેને વિચાર આવે જ કઈ રીતે..! -નિખીલે પોતાનાં મનની ભડાશ બહાર કાઢી. . દોસ્ત, તારી હાલત પર દયા તો આવે જ છે. પણ તો ય હું તારો વેલ-વીશર છું, એ નહીં ભૂલતો.. . . જેમ જેમ નિખિલ વાતનો ઉકેલ લાવવાનાં પ્રયત્ન કરતો ગયો તેમ તેમ તે વધુ ને વધુ અંદર અટવાતો ગયો. તે જાણતો હતો કે નિકીને વૂ-ડૂમાં લઇ જવાની જો પોતે ના પાડશે તો નિકીની શંકા કંઇક વધુ જ મજબૂત બનશે, અને જો લઇ જશે તો ત્યાં નિકી એવી ઘણી યુવતીઓને મળશે કે જેની સાથે પોતે અનેકવાર સુઈ ચુક્યો છે. . તો શું કરશે હવે નિખીલ જાણવા માટે વાંચો...