પાંચ વર્ષનું સ્વપ્ન -સાગર ઠાકર -મો. ૯૮૯૮૯૪ર૦૦૪ (લેખક પોરબંદરમાં એબીપી ન્યુઝ ચેનલમાં કોરસપોન્ડન્ટ છે) -(આ વાર્તા સત્યઘટના પર આધારિત છે. જોકે, પાત્રોનાં નામો બદલી નાંખ્યા છે) હીર બાલ્કનીમાં આવીને ઉભી રહી. રસ્તેથી પસાર થતા વાહનોનાં ઘોંઘાટ વચ્ચે બેફિકરાઈથી જતા રાહદારીઓનાં ચહેરા તે નિરખી રહી હતી. અચાનક એક ચહેરા તરફ તેનું ધ્યાન ખેંચાયું. સપ્રમાણ બાંધો, જીન્સ અને ટીશર્ટમાં ચાલ્યા જતા એ યુવાનની નજર પણ હીર સાથે ટકરાઈ. ચારેય આંખો એકબીજા તરફ મંડાયેલી જ રહી. જ્યાં સુધી પેલો યુવાન પસાર ન થયો ત્યાં સુધી. કેટલાય હેન્ડસમ યુવાનોને તેણે અગાઉ જોયા હતા. કેટલાય હેન્ડસમ યુવાનોને તેણે અગાઉ જોયા હતા. પરંતુ આજે હીરે જુદીજ