પ્રેમ

(49)
  • 2.4k
  • 9
  • 1.2k

પ્રેમ એટલે લાગણી,સ્નેહ આવા અનેક પર્યાય આપણે મળી રહે પરંતુ ખરા અર્થમાં પ્રેમ કોને કહેવાય આપણને કોઈને પણ ખબર નથી. આપણે પ્રેમની પરિભાષાને બિલકુલ સમજતા જ નથી. પ્રેમ શબ્દનો અર્થ આપણે સાવ બગાડી બેઠા છીએ. પ્રેમ તો માત્ર પ્રેમી પ્રેમિકા વચ્ચે કે નાયક અને નાયિકા વચ્ચે જ હોય એ સિવાય તો પ્રેમ હોઈ જ ન શકે? હા માતા પિતા બાળકો ભાઈભાડું આ બધા પ્રત્યે પણ પ્રેમ તો હોઈ જ શકે પરંતુ ઘણીવાર નિકટનાં સંબધમાં પણ સ્વાર્થી પ્રેમ આવી જાય છે તો તેને શું પ્રેમની વ્યાખ્યા આપી શકાય ખરી?