ચાર લઘુકથાઓ

(32)
  • 3k
  • 3
  • 1.1k

માથાકુટ્ય! -કઉ સું કે આંયા હુધી આવ્યો સું તો બાઘાનેય મળી લઉં. હાલ મારી હાર્યે. - ના હો. ઇ નો બને. -કાં -બાઘા હાર્યે મારે હમણાં બાટી ગ્યું સે. બોલવા વેવાર નથી રયો. -લે કર્ય વાત! સેમાંથી બાટી ગ્યું -આમ તો વાતમાં કાંઈ માલ નહોતો. ઓલી ફિલમ આવી સે ને ‘બાહુબલી ટુ’. ઈ ફિલમ મને બઉ ગમી અને એને જરાય નો ગમી. એમાંથી માથાકુટ્ય થઈ ગઈ. - બહુ મોટું કારણ! આની પહેલાંય કાંક માથાકુટ્ય થઈ ગઈતી કે નઈ - હા. તઈં વાત એમ હતી કે એનું કેવું એમ હતું કે ગુજરાતમાં જરાય વિકાસ નથી થ્યો ને મારું કેવું એમ હતું કે વિકાસ તો થ્યો સે. ઓસોવધતો થ્યો હશે પણ સાવ નથી થ્યો એમ નો કેવાય. ઇ વાતમાંથી સંબંધ બગડી ગ્યોતો. -પછી કોણે સમાધાન કરાવ્યુંતું -કોઈએ નઈ. એમાં એવું થ્યુંતું કે એની તબિયત બગડી ગઈ’તી ને એને દવાખાનામાં દાખલ કરવો પડ્યો’તો. એટલે હું ખબર કાઢવા ગ્યોતો. એની જેવું કોણ થાય -પસી બોલતાં થઈ ગ્યાતા -હા. બીજું સું થાય -હવે ક્યારે બોલતાં થાહો -હું એની જ રાહ જોઉં સું. ઈ પાસો દવાખાને દાખલ થાય એટલી વાર સે. ચાર લઘુકથાઓ રજુ કરું છું. વાચકોને ગમશે એવી આશા છે.