મંજુ : ૨

(124)
  • 5.9k
  • 4
  • 3k

આજ વિચાર બંસરીના મનમાં પણ ચાલતો હતો …..કે ‘આટલા વર્ષ તો અહીં રહેવા આવતી , જુના મિત્રોને હું મળતી પણ ખરી …તો આજે અચાનક આવું કેમ થયું ’ ૨૯ વર્ષ પહેલા મનના કોઈ એક ખુણામાં છુપાયેલો અપરાધભાવ આમ બહાર નીકળી આવશે એ ક્યારેય કલ્પ્યું ન હતું . વેરવિખેર વિચારો અને અસ્તવ્યસ્ત ચિત્તને ઠેકાણે પાડવા એ હવે મરણીયા પ્રયાસો કરવા લાગી હતી ..પણ ભૂતકાળ એક એવી ભયાવહ જગ્યા હોય છે …કે એમાં આવા પ્રસંગો જરાક ખુરેદવાથી માનસપટ પર છવાઈ જાય છે . અને સારા પ્રસંગો કે યાદગીરીઓ નહિ પણ એનાથી વિરુદ્ધ પ્રસંગો નહોરિયા ભરાવતા સામે આવ્યા કરે છે . કશુંક આવું જ બંસરી અનુભવવા લાગી ….