Letter to an ordinary girl ખાસમાં તો તારી પાસે એ છે કે, તું રડી શકે છે! , પેટછુટુ રડી શકે છે. રડવા માટે તારે દરિયા પાસે જવાની જરૂર નથી, દુઃખી થવાની સાબિતીઓ છે તારી પાસે , તારું રુદન- હમદર્દી અને સમજણનો ઈજારો ભોગવે છે. તને કોઈની પણ છાતી મળી શકે છે સમાવા માટે, સમર્પિત થવા માટે, આંસુઓથી ભીની કરવા માટે, ઓગળવા માટે અને ઓગાળવા માટે પણ, હું મારાજ શર્ટનાં ખિસ્સામાં આંસુઓ ઓજલ થતા જોઈ રહું છું, કપડાનાં રેસાઓમાં ધોવાતા જોઈ શકું છું.