મિત્રો , અચાનક લખવામાં આવેલી આ વાર્તાના મૂળ ઘણા સમયથી મારા મનમાં વિસ્તરેલા હતા . આ વાર્તાના ૬ ભાગ સત્ય અને ૪ ભાગ કલ્પનાના આધારે લખાયા છે. બંસરી એટલે નીવા એટલે કે હું એવું સમજી આ વાર્તા વાંચશો તો મારા શબ્દો અને મારી પીડાને સમજી શકશો. ૩૦ વર્ષથી મનમાં એક તડપ લઈને જીવતી રહેલી એક વ્યક્તિને શબ્દો મળે અને જે હળવાશ અનુભવાય એ હળવાશ હું અનુભવી રહી છું . કહેવાય છે કે અધૂરા કામો આપણે સ્વપ્નાઓમાં પુરા કરતા હોઈએ છીએ પણ મારે જાગતી આંખે એક ન્યાય થતો અનુભવવો હોત અને એટલે જ જયારે મેં આ વાર્તા માંડી ત્યારે હું બહુ સ્પષ્ટ ન હતી કે હું લખી શકીશ કે કેમ ... !!! તમે મારી વાર્તા અવઢવને ખુબ સરાહી અને વખાણી છે એ બદલ આભારી છું . હું આશા કરું છું કે તમે આ વાર્તા વાંચીને પણ તમારા પ્રતિભાવો આપશો . આ મારી પહેલી વાર્તા છે .. પણ હંં ઈચ્છું છું કે કોઈ સુધારણા વગર જેમની તેમ આ વાર્તા હું તમારા સુધી લઇ આવું .