એક મૈત્રીથી થોડું વધુ હોય … કોઈ ખાસ થોડું વધુ ગમતું હોય … કોઈ ખુશ રહે એ ગમતું હોય …એની ખુશી…. એના દુઃખ સાથે સંકળાઈ જવું ગમતું હોય … એવું બને …બને જ .આપણી કામ કરવાની કે અવરજવરની જગ્યા પર કોઈક એવું હોય જ છે કે જેની સાથે થોડું વધુ અંગત અનુભવાય છે … પણ આવા સંજોગોમાં સામેવાળા પાત્રને કહેવાની ભૂલ લોકો કરી બેસતા હોય છે ….જયારે લાગણી કહેવા બેસીએ ત્યારે એને એક નામ આપવું પડે છે ….અને એ ખરેખર બહુ અઘરું કામ છે …!! અને આમ પણ પોતાની લાગણી કહીને કોઈનો વસાવેલો સંસાર …આખું જીવન ડહોળી નાખવું જરાય વ્યાજબી ન કહેવાય …ને અરસપરસ પ્રેમ હોય એટલે સાથે રહેવું એવું થોડું હોય માબાપ , સગા સ્નેહીઓને પ્રેમ કરવા છતાં બધા સાથે …બધો સમય રહી શકીએ છીએ રહીએ છીએ ….એકમેકથી દૂર રહી ….એકબીજાને જાણ પણ કર્યા વગર એની ખુશી માટે દુવા કરવી ….એ પ્રેમની પરાકાષ્ઠા કહેવાય ……!!