Niyati Nu Chakra : Part-2

(33)
  • 2.4k
  • 3
  • 856

રૂપલ પલ્લવે કહેલી ઘટનાને મમળાવતી હતી ત્યારે જ સુનંદાએ આવીને ચા ટિપોય પર મૂકી. સુનંદાના પગરવથી અને ચાના કપના ખખડાટથી રૂપલની વિચાર તંદ્રા તૂટી. આડાઅવળા અને ઉડાઉડ કરી રહેલા વિચારોને જેમ તેમ મનનાં ભંડાકિયામાં ચસોચસ બંધ કરી રૂપલ મનને મક્કમ કરી નિત્યક્રમમાં પરોવાઇ. સાંજે તો આકાશને મળવાનું હતું. ‘હેય, આકાશ તું ખાસ બદલાયેલો નથી લાગતો. વેલ.. વેલ.. વેલ, માથાનાં વાળ ઘણાં આછા થઇ ગયા છે અને શરીર પર પૈસાનો ઘેરાવો દેખાય છે.’ આંખ મિચકારી ખડખડાટ હસતાં રૂપલે વર્ષોથી બટકી ગયેલા સંબંધને ખૂબ જ સાહજિકતાથી જોડવાનો પ્રયત્ન કરતાં વાતનો દોર શરૂ કર્યો.