ઘણી વાર માનવી અતૂટ રીતે બંધાયેલા સંબંધને કોઈ પણ કારણ વગર તોડીને જતો રહે છે અને પછી એને સંજોગનું નામ આપી દે છે. સંબંધો સંજોગોને સર્જે અને સંજોગો સંબંધોને કાપે. પણ આ તમામ ખેલથી ઉપર વિધિનું એકચક્રી શાસન ચાલતું રહે છે. આ વિધિની ગતિ ન્યારી છે. ભૂતકાળમાં છોડી- તરછોડીને ચાલી નીકળેલી વ્યક્તિની ભૂલો ફરી પાછી ક્યારે વર્તમાન ક્ષણમાં આવીને ગોઠવાઈ જાય છે એની ખબર નથી રહેતી. આવા જ નિયતિના તાકાતવર ચક્રમાં દીકરીની જિંદગીના નવા વળાંક વખતે અતીત સાાથે ભટકાઈ પડેલી વ્યક્તિની વાત.