હું ચોંકી ગયો. . શું બકવાસ કરે છે.. -હું ગુસ્સાથી ઉછળી પડ્યો- તું સાલા....નિકી સાથે સુતો હતો.. . તરત જ એક ડર, એક ઈર્ષાએ મારા દિલોદિમાગ પર કબજો કરી લીધો. મારા ધડકન એટલી વધી ગઈ, કે મારા થરથર કાંપતા હાથને બીયરના ગ્લાસનું વજન પણ વધુ લાગવા લાગ્યું. મેં ગ્લાસ નીચે રાખી દીધો અને હું અમયની સામે ને સામે જ જોતો રહ્યો, એ હરામજાદો કંઇક મોઢામાંથી ભસે તેની વાટ જોતો જોતો. . ના, મારી નિકી એવી નથી.. તે મારી સાથે છળ ન કરે મને તેની પર વિશ્વાસ છે- મારા હૃદયે પોતાનાં વિરોધનો સુરો છેડ્યો. વિશ્વાસ હોવાથી શું ફરક પડે છે.. વિશ્વાસ તો તેને ય તારી પર હતો, પણ શું થયું તેં તો તેની સાથે છળ કર્યું જ ને.. -મારા મગજે તરત જ પોતાનો તર્ક રજુ કર્યો. અને મારા કપટી મગજની આ વહેમીલી દલીલ સામે મારું પ્રેમાળ મન હારી ગયું..એક જ ઝાટકે હારી ગયું...! . તો આણે ..આ બે બદામનાં છોકરાએ નિકી સાથે મજા મારી.. મારી નિકી સાથે.. હું જેમ નિકીને આનંદની કિલકારીઓ ભરાવું છું, શું આ કુતરાએ પણ એમ જ કર્યું હશે - મને એક જાતનો મુંઝારો થવા લાગ્યો, જાણે કે મારી છાતી ભીંસાવા લાગી. મારી આંખોમાં ક્રોધ અને કરુણા બંને એક સાથે છલકાવા લાગ્યા. . [હવે શું કરશે નિખિલ ]