અવઢવ : ભાગ : ૧૧

(38)
  • 3.4k
  • 1
  • 1.2k

આ બાજુ કોમ્પ્યુટર બંધ કરીને પ્રેરકની પડખે આવી આડી પડેલી ત્વરાની આંખોમાં પણ ક્યાં ઊંઘ હતી આટલી ખરાબ રીતે નૈતિક સાથે વાત કરવા બદલ એ પોતાની જાતને એ જરૂરી હતું એમ સમજાવવામાં લાગી હતી. ખુલ્લી આંખે છત સામે જોઈ રહેલી ત્વરાની આંખોમાંથી એ ગુસ્સો ખારું પાણી બની ઓશીકા પર ટપકી રહ્યો હતો. સ્વભાવે થોડું વધુ લાગણીશીલ હોવાથી સંબંધનો અસ્ત સ્ત્રીના મનમાં થોડો મોડો થતો હશે કે પછી વાતને વિસારે પાડવામાં થોડી વધારે વાર કદાચ વાતને વાગોળ્યા કરવાની આદત જવાબદાર હશે .પણ આટલા વર્ષે નૈતિકનું એના જીવનમાં પુનરાગમન અને ઉભી થયેલી સાવ અવઢવ જેવી સ્થિતિ ત્વરા માટે અસહ્ય બની રહી હતી. કેટલાક સંબંધો માવઠા જેવા હોય છે ….સાવ બેમોસમી વરસાદ જેવા …..આવે ત્યારે ઘડી બેઘડી માટીની મહેક મનને તરોતાજા ..તરબતર કરી મુકે …પણ પછી બધું વેરવિખેર …..અસ્તવ્યસ્ત કરી મુકે …..!!!!