સ્ત્રી સ્વતંત્ર છે ….નથી

(35)
  • 4.4k
  • 4
  • 1.4k

ગામડામાં સાસુ , નણંદ કે એવી કોઈ વડીલ સ્ત્રીઓ રીતસર દાદાગીરી કરે છે … તો સામે પુરુષો માતા , પત્ની કે મોટી બહેન …. આ સંબંધોમાં સ્ત્રીઓથી ફફડતા હોય તેવા કેટલાય પરિવારો જોવા મળી આવશે … પ્રેમ નહી તો કકળાટ કરી ઘણી સ્ત્રીઓ પુરુષોને ડરાવીને આખા પરિવારને ડરમાં રાખતી હોય છે .. પોતે કરેલા બે ચાર વધારાના કામો કે લાવેલા દહેજની યાદ અપાવી માનસિક રીતે દબાવી રાખતી હોય છે … !! પરિવારને બાંધીને રાખવો કે તોડી નાખવો એ પણ પુરુષ નહી ૯૮ કિસ્સામાં સ્ત્રી જ નક્કી કરતી હોય છે . વહુ જો ત્રાસ પામતી હોય તો ૮૦ કિસ્સામાં સસરા કે બીજા પુરુષ વ્યક્તિઓ નહી એક સ્ત્રી ..સાસુથી જ પામતી હોય છે .. અને પોતે સહ્યું એટલે વહુ પણ સહે તેવી માનસિકતા સતત જળવાયા કરે છે એટલે ચિત્રમાં ફેરફાર થતો નથી … !! સ્ત્રી જ સ્ત્રીના વિકાસમાં રુકાવટ … !!!