Sardari Mijaj

(105)
  • 6.8k
  • 28
  • 2k

બળવાખોર વિદ્યાર્થી, બાહોશ બેરિસ્ટર, બળુકા વહીવટદાર, બેજોડ અનુયાયી, બુદ્ધિશાળી લડવૈયા, બેલેન્સ્ડ રાજકારણી અને બેદાગ નાયબ વડાપ્રધાન - આ બધા વિશેષણોનું એકમાત્ર નામ એટલે વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ એટલે કે ‘સરદાર’. મનોજ ખંડેરિયાનો શેર ‘બધાનો હોઈ શકે સત્યનો વિકલ્પ નથી, ગ્રહોની વાત નથી, સૂર્યનો વિકલ્પ નથી.’ નું જીવતું-જાગતું ઉદાહરણ હતા પટેલ. આપણા ઈતિહાસના પૃષ્ઠોમાં સરદાર વિશે શું ભણાવાય છે? એ જ ને કે સરદારની બગલમાં બામલાઈ (મોટું ગુમડું) થયું ત્યારે તેમણે તેના પર લોખંડનો ધગધગતો સળિયો ચાંપીને ગુમડું ફોડી કાઢ્યું હતું. પણ આઝાદી માટે અંગ્રેજ શાસનનો સૂર્યાસ્ત લાવનાર અને આઝાદી પછી દેશી રજવાડાંનો પણ અસ્ત કરાવનાર ‘સરદાર’ વિશે ખૂબ બધું લખાયું છે.