બાજી - 3

(216)
  • 9.9k
  • 4
  • 5.7k

અમીચંદ નિરાશ વદને બંગલાના ડાયનિંગ રૂમમાં દાખલ થયો. કુટુંબના અન્ય સભ્યો અગાઉથી જ ત્યાં બેસીને તેની રાહ જોતાં હતા. અમીચંદે એક ખુરશી પર બેસીને સૌની સામે જોયું. ‘ ગોપાલ ક્યાં છે... ’ ગોપાલને ગેરહાજર જોઈને એણે પૂછ્યું. ‘ તે આજે બપોરે જ પોતાના મિત્રો સાથે ફરવા માટે ચંદનપુર ગયો છે!’ ગાયત્રીએ જવાબ આપ્યો. ત્યારબાદ તેઓ ચૂપચાપ ડીનર કરવા લાગ્યા. ડીનર લીધા પછી તેઓ ડ્રોંઈગરૂમમાં આવીને બેઠાં.