સ્વદેશ સીડી ઉપર રીતસર ફલાંગો મારતો બીજે માળે પહોંચી ગયો દૂરથી તેણે જોયુ તો ડોક્ટર અને એક નર્સ રાજમોહન જોડે ઉભા હતા અને ધીમા અવાજે તેમને કાંઈક કરી રહ્યા હતા. તેમના ચહેરા ઉપર ચિંતા દેખાતી હતી, એક દર્દીના સ્વાસ્થ્યની ચિંતા અને ઉચાટ. ઘણા ડોક્ટરો દર્દીની પરિસ્થિતી ગમે તેટલી ગંભીર કે જીવલેણ હોય તો પણ નિર્લેપ રહી શકે છે. તેઓ આને વ્યવસાયીક કાર્ય અંતર્ગત ઘટના ગણતા હોય છે. અને અમારે તો આવુ રોજનું થયુ સમજીને તેની કોઈ અસર પોતાના ઉપર થવા દેતા નથી. જયારે ઘણા ડોક્ટરો દર્દીને પોતાના સ્વજન જેવા જ ગણીને તેમના સુખે સુખી અને દુઃખે દુઃખી થાય છે. દર્દીની સાથે સાથે તેમના પરિજનોની તકલીફો પણ તેઓ સમજે છે અને તેમની ચિંતા કે ઉચાટમાં ભાગીદાર બને છે.