Ante Bapa Gaya...

(16)
  • 2.8k
  • 3
  • 742

નનામી સાથે મુશ્કેટાટ બાંધેલા સેવંતીલાલની અર્ધખુલ્લા મોઢાવાળી લાશ ઘરના મેઈનહોલની વચ્ચોવચ પડી હતી. આમપણ જોનીના ઘરમાં મરણનો આ પહેલો પ્રસંગ હતો. જોની એટલે જનાર્દનરામ પણ એમ ની પત્ની સેવી એને લાડમાં જોની જ કહે. હવે આ સેવી એટલે સવિતા. પણ USની એકમાત્ર ટ્રીપે જનાર્દનનું જોની અને સવિતાનું સેવી કરી નાખેલું. ઘરમાં બાઘાની જેમ આંટાફેરા મારતા જોનીને નેકસ્ટ ઈઝ વોટ? વાળી ફિલિંગ ઘડીએઘડીએ ઉભરાઈ આવતી હતી. ત્યાં લાશની આજુબાજુ ટોળે વળેલા વડીલોમાંથી એક શાણા અનુભવી વડીલે કહ્યું કે સેવંતીલાલના મોઢામાં ‘તુલસી’ મુકો. અબઘડીએ લઇ આવું કહીને જોનીએ ઘરની બહાર રીતસરની દોટ મૂકી. થોડીવાર પછી પાછા આવેલા જોનીએ હાંફતા હાંફતા ઘરમાં આવી સીધાજ લાશના મોઢામાં એક નાના પાઉચને તોડીને કશુક પધરાવી દીધું.