અજ્ઞાત સંબંધ - ૨૦

(154)
  • 6.5k
  • 11
  • 2.3k

“ચિંતા ન કરીશ, બચ્ચા ! મૈ આ ગયા હું.” ભંડારીબાબાએ જોરથી અવાજ દીધો. ઈશાનની સાથે સાથે શેતાની પ્રાણીઓનું પણ ધ્યાન એ અવાજ તરફ ખેંચાયું અને અમુક પ્રાણીઓ ભંડારીબાબા અને માથુર સામે લપક્યાં. ભંડારીબાબા સાવચેત જ હતા. તમણે એ ઝુંડ ઉપર પોતાની પહેરેલી માળા કંઈક મંત્રોચ્ચાર કરીને ફેંકી અને જેટલાં શેતાની પ્રાણીઓને માળા અડી તે બધાં ભસ્મીભૂત થઈ ગયાં, પણ તે ઝુંડના અમુક પ્રાણીઓ બચી ગયા હતાં. તેમણે બાઈક ઉપર પાછળ બેઠેલા માથુરને ખેંચી લીધો અને તેના ઉપર ખરાબ રીતે તુટી પડ્યાં. માથુરની દર્દનાક ચીસોથી જંગલ ગુંજવા લાગ્યું અને ભંડારીબાબાને તૈયારી કર્યા વગર આવવાની ભૂલ સમજાઈ.