નિશા વેકેશનમાં અમદાવાદથી તેના અરુણામાસીનાં ઘરે રોકાવા ગઈ. તેને અને માસીને ઘણાં સારા બહેનપણાં હતા. બંને એકબીજાને પોતપોતાની તકલીફો કહી શકતા. અરુણામાસીની તકલીફ એવી હતી કે તે ૬૦ વર્ષનાં થયા હતા. માસા હજુ ૨ વર્ષ પહેલા જ ગુજરી ગયા હતા અને હવે તેમના બે દિકરાઓ વચ્ચે પ્રોપર્ટીને લઈને અણબનાવ રહેતો હતો. તેણે પોતાની ભાણીને આ તકલીફ કહી. નિશાએ કહ્યું કે માસી આ તકલીફનો એક જ ઉપાય છે અને એ છે વસિયતનામું. તમે પોતે જ નક્કી કરો કે તમારે કોને શું આપવું છે, તમે બંને દીકરાઓને પણ આપી શકશો અને આ ઉપરાંત દિકરીને પણ તમારી ઈચ્છા પ્રમાણે તમારા મૃત્યુ બાદ મળશે જે તમે આપવા ઈચ્છો છો તે. માસી એક સ્ત્રી તરીકે હવે આપણે પણ આ બાબત પ્રત્યે જાગરુતતા રાખવી જરૂરી છે.