Tran Hath no Prem Part-2

(85)
  • 3.2k
  • 10
  • 1.5k

સ્વદેશ ઘડી બે ઘડી તો અવાચક જ થઈ ગયો. રાજમોહન કાકા આ શું કહી રહ્યા છે ? હજુ તો તેને સુદર્શના ના અકસ્માતના ખબર ની કળ વળી ન હતી. ત્યાં આ બીજો આધાત હતો. તેનુ મગજ આ સમાચારો સાંભળી શુનમનસ્યક થઈ ગયુ હતુ “અકસ્માત” ? તેની સુદર્શના નો અકસ્માત અને તેય હત્યાનો પ્રયાસ? કોઈ શા માટે સુદર્શનાની હત્યાનો પ્રયાસ કરે? તેની સાથે કોઈ ને શું વેર હોઈ શકે?” “ના,ના આવુ કદાપી ન બની શકે” આ કોઈ હેરાનગતી કરવાના ઉદ્દેશ્ય થી કરેલ કોલ હશે” તેનુ મન આ સમાચાર સ્વિકરાવા કે માનવા જ તૈયાર ન હતું.