અવઢવ : ભાગ : ૫

(51)
  • 2.8k
  • 1
  • 1.1k

માનવસંબંધો એક બહુ મોટું આશ્ચર્ય છે ..ચમત્કાર છે …આમ જોવા જઈએ તો સંબંધ જ જીવન છે …ફક્ત એના આયામો બદલાયા કરે છે …નામ બદલાયા કરે છે ..અર્થો બદલાયા કરે છે …ભાવ બદલાયા કરે છે ..અને આમ પણ દરેક સંબંધ એક મુકામે પહોંચે જ એ ક્યાં જરૂરી હોય છે ..!! સંબંધોનું ખળખળ વહેતા ઝરણા જેવું છે ..વહેતા વહેતા વહેણ દિશા પણ બદલી શકે …સુકાઈ પણ જઈ શકે …કોઈ દેખીતા કારણ વગર અચાનક રસ્તાઓ અલગ થઇ પણ શકે .. પ્રેરક … માતા પિતાએ પસંદ કરેલું પાત્ર … એક સરસ પરિવારનું સંતાન …પીએચ ડી કરી ગુજરાત યુનિમાં કોમર્સ ડીપાર્ટમેન્ટમાં ભણાવતો પ્રેરક અને એની સાથે સહજતાથી ગોઠવાઈ ગયેલી શાંત ત્વરા ..!!!