અન્યમનસ્કતા Chapter 3

(82)
  • 5k
  • 10
  • 1.9k

નવલકથાનું ફોર્મ, તેના પ્રતીક, કલ્પન, કથનશૈલી, રચનારીતિ... જેવા અનેક પાસાઓની ચર્ચા કોઈ વિદ્વાન કરી શકે – કરશે. હું તો એટલું કહીશ કે, અંદર જે વલોવાતું હતું તેને આ જુવાને બહાર તો કાઢ્યું છે. હું કેમ લખી શકું તેવા ફોબિયાને ઓળંગીને તેણે એક છલાંગ મારી છે. આ વાર્તાની શરૂઆતમાં જ વર્ષોથી અલગ થઇ ગયેલા બે પાત્રોનું મિલન અને સીધું જ જૂની પ્રેયસીનું સગર્ભા હોવું... એ વચ્ચેના ગાળાના રહસ્યો સાથે પહેલા જ પાને ભવ્ય અનેક પાના ઉતારી ગયો છે! વાર્તામાં આગળ શું છે તે કાંઈ હું અહીં થોડો કહું એ તો તમને ભવ્ય જ કહેશે, પરંતુ આનંદ એ વાતનો છે કે પત્રકારત્વના કલાસરૂમમાં ભણતો એક છોકરો સાહિત્યક્ષેત્રે મંડાણ કરે. આ ભવ્ય મરીઝની ગઝલો પણ ફેસબુક પર પોસ્ટ કરે, વ્હોટ્સએપ પર ઉર્દૂ કવિતા પણ લખે. ભવ્યની આ સ્વમનસ્કતા સમાન અન્યમનસ્કતાને હું એક મિત્ર તરીકે, વાચક – ભાવક તરીકે આવકારું છું. સર્જનને તેના પૃથક્કરણમાં પડ્યાં વગર આવકારું છું. ભવ્ય રાવલનું સર્જન સંખ્યા અને ગુણવત્તા બંનેમાં વૃધ્ધિ પામે તેવું ઈચ્છું અને પ્રાર્થના કરું. - જ્વલંત છાયા