અવઢવ : ભાગ : ૩

(54)
  • 2.4k
  • 6
  • 1.2k

સ્મરણોની એક ખાસિયત છે …વણઝારની જેમ એક પછી એક આવ્યા જ કરે .છાના ખૂણે ત્રાટક્યા જ કરે . .કેટલાય વર્ષો પહેલા બનેલી ઘટના જાણે આળસ મરડીને મનોપટ પર છવાઈ ગઈ …ક્ષણો પર વળેલી રાખ જાણે ઉડી ગઈ . આવું જ ત્વરાને થતું હશે ને …!! કદાચ થતું જ હશે .ક્યાં હશે ? શું કરતી હશે ? એવી જ ચુપચાપ અને શાંત હશે ? મને યાદ કરતી હશે ? મારી જેમ બધું મનમાં રાખી જીવતી હશે ? ‘ઉફ્ફ ….ત્વરા , તું ક્યાં છે ?’ જાણે ત્વરા સાથે વિતાવેલા એ ક્ષણોએ નૈતિકના મનને રીચાર્જ કરી દીધું .એની આંખોમાં ઊંઘનું નામો નિશાન ન હતું . એ ઉભો થઇ ગયો .બેગ ખોલી એમાંથી લેપટોપ કાઢ્યું .. નેટ કનેક્ટ કર્યું . ફેસબુક ખોલ્યું .એણે ટાઈપ કર્યું …… ત્વરા …!!!