વિજયનું તત્વજ્ઞાન

(19)
  • 4.4k
  • 6
  • 1.1k

વિજય ચુપ હતો. પરિણામના દિવસે એને રડમસ ઘરે આવેલો જોતાં કૈલાશબા સમજી ગયા. ‘આ લે, મોં ગળ્યુ કર બેટા' રસોડામાંથી તેઓ એક વાટકીમાં ગોળ લઇ આવ્યા હતા તે તેમણે વિજય સામે ધર્યાે. ‘પણ બા, મારો હરીફ સફળ થયો છે હું નહીં .....' ‘...પરંતુ હારીને પણ તારા એ હરીફને વિજયની ખુશાલી કોણે આપી? હારીને પણ તેં જીતની ખુશી બીજાને આપી છે. અજાણતામાં ભલે હોય પણ તેં તારી ખુશી ત્યાગીને તે ખુશી અન્યને આપી છે . બસ, એ જ વાત હવે સમજપૂર્વક દિલથી સ્વીકાર કરી દે, તારી ખુશી અનેકગણી વધશે. ત્યાગીને ભોગવવાની ખુશી.' કૈલાશબા બોલ્યા અને હસતા હસતા ગોળની વાટકી એમણે વિજયની સામે ધરી.