અન્યમનસ્કતા પ્રકરણ ૧

(110)
  • 6.7k
  • 21
  • 3.1k

‘અન્યમનસ્કતા’ એટલે? અન્યમનસ્ક્તા એટલે ભવ્ય રાવલ લિખિત ગુજરાતી વર્તમાન પત્રમાં ધારાવાહિક સ્વરૂપે પ્રકાશિત થયેલી લોકપ્રિય નવલકથા. બીજા અર્થમાં કહીએ તો અન્યમનસ્કતા એટલે અસ્થિરતા, ઉદાસીનતા, ચંચળતા, ગમગીની, અને મન બીજે ફરતું હોય તેવી સ્થિતિ. જીવનની આવી જ અસ્થિર ઉલઝનો અને ઉપાધિઓ રજૂ કરતી કહાની એટલે ‘અન્યમનસ્કતા’ હર કોઈના જીવનમાં અન્યમનસ્કતા આવે છે. બધાના જીવનને સ્પર્શતી અને સાંકળતી નવલકથા લખવાનો લેખકે પ્રયાસ કર્યો છે. માટે એક રીતે જોવા જઈએ તો આ વાર્તા આપણા બધાની જ વાત જણાવે છે. અને આ નવલકથાના લેખન પાછળ આદેશ, ઉપદેશ નહીં પણ એક સુંદર સંદેશ રહેલો છે. તો મિત્રો તૈયાર થઇ જાઓ ‘અન્યમનસ્કતા’ પુસ્તક થકી એક સુંદર નવલકથાના સફર પર સર થવા, સંબંધોના સમીકરણમાં સંડોવાયેલા કિરદારોને માણવા. જાણવા અને અનુભવવા...