સ્વામી વિવેકાનંદ : આધુનિક માનવનાં આદર્શ પ્રતિનિધિ (Swami Vivekanand)

(55)
  • 8.6k
  • 29
  • 2.3k

ભારતીય તત્વજ્ઞાન, અલૌકિક વિચારસરણી, આધ્યાત્મિકતા અને ધર્મ વિશેની તાર્કિક સમજણનો સીમાસ્તંભ રોપનાર ભારતના આધુનિક માનવના આદર્શ પ્રતિનિધિ એટલે સ્વામી વિવેકાનંદ. ‘બ્રાન્ડ વેલ્યુ’ મોટી હોય તો જ યુવાધન એમનાથી આકર્ષાયું હોય. સ્વામી વિવેકાનંદ એટલે ‘વિવેક + આનંદ’ નો એવો તે સુભગ સમન્વય જે ભારતકાળમાં રામ-કૃષ્ણ જેવા અવતારના વર્ષો પછી જોવા મળ્યો હોય. ભારતીય વિચારધારાને તેના મૂળ રૂપે દુનિયાની સમક્ષ લઇ જઈને ૩૦ જુલાઈ, ૧૮૯૩,શિકાગોમાં વિશ્વધર્મ પરિષદમાં એવો તે પરચમ લહેરાવ્યો કે દુનિયા આજે પણ તેમને ગર્વાન્વિત નજરેથી જુએ છે. ‘હિંદુઓના ધાર્મિક વિચારો’ વિષય પર બોલવાનું શરુ કર્યું અને એ પૂરું થતા જ હિંદુ ધર્મનું નવસર્જન થઇ ચુક્યું હતું એમાં કોઈ અવકાશને સ્થાન નથી. “પ્રાચીન ધર્મ એવું કહેતો કે જેને ઈશ્વર પર વિશ્વાસ નથી તે નાસ્તિક છે. અર્વાચીન ધર્મ એવું કહે છે કે જેને પોતાના પર વિશ્વાસ નથી એ નાસ્તિક છે.” – સ્વામી વિવેકાનંદ.