અવરોધોના વંટોળને હંફાવનારા

  • 2k
  • 1
  • 527

ઘણા સમય પહેલા એક વાર્તા વાંચી હતી. ગરીબી અને નિષ્ફળતાઓથી હતાશ એક યુવાન એક સાધુ મહાત્મા પાસે જાય છે અને પોતાની વ્યથા ઠાલવે છે, મહારાજ, મારી પાસે ખાવાના ય રૂપિયા નથી. ધંધામાં નિષ્ફળતા ગઈ છે. ક્યારેક તો મને એમ થાય કે જીવન ટુંકાવી દઉં. મહારાજે સ્મિત કરીને કહ્યું, શું વાત કરે છે. તારી પાસે તો ઘણી મિલકતો છે. યુવાને આશ્ચર્ય વ્યક્ત કર્યું, મારી પાસે મિલકતો છે? સાધુ બોલ્યા, હા, તારી પાસે તો લાખો-કરોડો રૂપિયાની મિલકતો છે. તું મને એ વેંચીશ? યુવાન મોઢું વકાસીને જોતો રહ્યો એટલે સાધુએ કહ્યું, તારો હાથ કાપીને મને આપી દે. હું તને પાંચ લાખ રૂપિયા આપીશ. આઘાતના ભાવ સાથે યુવાન બોલ્યો, હાથ કેમ આપી દેવાય? સાધુએ કહ્યું, તો તારા બે પગ કાપીને આપી દે.