કઈ પણ કરવું મુશ્કેલ નથી બસ અવાઝ અને તડપ અંદરથી ઉદભવેલી હોવી જોઈએ, તમે એને દિલો જાનથી સ્વીકારી ચુક્યા છો તો એના પર આગળ વધવા સિવાય હવે તમારા પાસે કોઈ રસ્તો નથી. કરવાનું જ છે તમારે ? શાબિત કરીને બતાવવાનું છે કે તમે કઈ પણ ખોટું નથી કર્યું તમે સાચા હતા કદાચ એના પછી તમારા સામે ઉભેલા તમારાજ ઘરના લોકો તમારા સાથે ઉભા હશે. દુનિયાના કોઈ માં-બાપ પોતાના સંતાનનું અહિત નથી વિચારતા બધા પોતાના સંતાન માટે સારું ભવિષ્યજ વિચારતા હોય છે. એટલે એમના દિલને તોડવું પણ યોગ્ય નથી એમને મનાવવાના છે સમજાવવાના છે અને રાઝી કરવાના છે. સપના સાથે પરિવારને પણ સાથે લઈને ચાલવાનું છે અને જયારે તમે સફળતા મેળવી લેશો એટલે એ લોકોજ સૌથી વધુ ખુસ જોવા મળશે. “ ना भागना हे ना रुकना हे, बस चलते ही रहेना हे....” ...read more give ur feedback here...