આ બિચારી સાસુ નામની જણને સમજવા જેવી તો છે જ …. આ ભૂમિકામાં આવ્યા પછી સાસુના મનની ઉથલપાથલ નિહાળવા લાયક હશે . બાળ ઉછેરમાં કરેલા ઉજાગરા , આર્થિક તકલીફો અને એવી તો ગણી ગણાય નહિ એવી ઘણી બાબતોની યાદ દીકરાના લગ્ન નક્કી થતા જ વધારે આવવા લાગે છે . અને આજ સુધી ન અનુભવાઈ હોય તેવી તીવ્ર ..માલિકીપણાની લાગણી અનુભવવાનું શરુ થાય છે અને એટલે જ આવા લાડેસર હવે બીજી ….આજકાલની આવેલીની લાગણીનું પણ ધ્યાન રાખશે એ વાતે મનમાં એક અજબ છટપટાહટ શરુ થાય છે . સગાવ્હાલા અને પાસપડોસીઓ પાસેથી સાંભળેલી અને જોયેલી સાસુ-વહુ કથાઓ આવી ગ્રંથીઓમાં ધરખમ વધારો કરે છે . આમાં પણ નવુંનવું થાય છે …..એક તો કેટલીક સ્ત્રીઓ બીજાની ભૂલો નહી દોહરાવવાની કસમ ખાઈ લે છે તો કેટલીક મનમાં પૂર્વગ્રહોની ગાંઠો વાળે છે ….વિચાર ગમે તે હોય પણ મનમાં એક દ્વન્દ તો શરુ થાય છે જ …. :) ચાલો , સાસુને સમજીએ ….:)